ખેડા સત્યાગ્રહ
મિત્રો,
આજે ખેડા સત્યાગ્રહ ને ૧૦૦ વર્ષ પુરા થવા આવ્યા છે ત્યારે જાણો આપના ઈતિહાસ ને જે આવનારી પરીક્ષા માં ખુબ જ ઉપયોગી થઇ પડશે.તમે અમને કમેન્ટ બોક્ષ માં તમારો અભિપ્રાય પણ આપી શકો છો અને તમે જાણવા માંગતા મહત્વ ના ટોપિક વિશે પણ લખી શકો છો તેથી અમે આવનારી પોસ્ટ માં એ વિશે ની માહિતી પૂરી પાડીશું.તો વાંચો સંપૂર્ણ માહિતી સાથેનું આ રસપ્રદ આંદોલન.
આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલા એટલે કે વર્ષ ૧૯૧૭ નું.સને ૧૯૧૭ માં ગુજરાત માં વરસાદ વધુ પડ્યો અને જેથી અતિવૃષ્ટિ થઇ.આમ તો રંગીલા ગુજરાત ને કઈ ફરક પડ્યો નહિ,પણ ખેડા જીલ્લા માં અતીવૃષ્ટિ થી પાક ને ખુબ જ નુકશાન થયું હતું . હવે ત્યારે અંગ્રેજો મહેસુલ ઉઘરાવતા હતા અને એવો નિયમ હતો ક જો પાક ૪ આની થી ઓછો થાય તો ખેડૂતો નું બધું જ કર માફ કરી દેવું અને જો પાક ૬ આની થી ઓછો થાય તો અડધું માફ કરી દેવું .આ તો નિયમ હતો પણ અંગ્રેજો તે કઈ માને !બ્રિટીશ સરકારે તો કર ઉધરાવવાનું ચાલુ રાખ્યું .અને તેથી જ ખેડા સત્યાગ્રહ ની શરુઆત થઇ .
હવે જયારે અતિવૃષ્ટિ થી કઈ પાક્યું જ ના હોય તો કર શેનો ભરવાનો ? અને આ જ વાત ને જાન કરતો પત્ર સૌ પ્રથમ અંગ્રેજ સરકાર ને લખવામાં આવ્યો અને તેના આગેવાન બન્યા કઠલાલ ગામ ના લોક લાડીલા એવા મોહનલાલ કામેશ્વર પંડ્યા અને શંકરલાલ પરીખ.પણ આ અંગ્રેજો પત્રવ્યહ્વાર થી માને ખરા અમને મન તો પત્ર આવ્યો ના આવ્યો હતો.પણ આ બાજુ મોહનલાલ પંડ્યા એ તો અંદોલન કરવાની તૈયારી શરું કરી દીધી.
*તેથી જ મોહનલાલ પંડ્યાને આપણે ખેડા સત્યાગ્રહ ના મુખ્ય આગેવાન તરીકે ઓળખીએ છીએ.*
આ મોહનલાલ પંડ્યા ના અંદોલન માં સાથ આપે છે ગાંધીજી.ગાંધીજી ચંપારણ સત્યાગ્રહ સફળ બનાવીને આવ્યા હોય છે અને તેમના આવવાથી ખેડા ના ખેડું નો જુસ્સો પણ વધી જાય છે.
ત્યાં ગાંધીજી નો મેળાપ આપના લોખંડી પુરુષ વલ્લભભાઈ સાથે થાય છે.અને તેમને સાથે રાખીને ગાંધીજી ૨૨ માર્ચ ૧૯૧૮ રોજ ખેડા સત્યાગ્રહ કરવાનું નક્કી કરે છે .
આ જ આંદોલન દરમ્યાન ગાંધીજી નો મેળાપ ગુજરાત ના મુક સેવક તરીકે ઓળખાતા એવા રવિશંકર મહારાજ સાથે થાય છે.
આમ તો વલ્લભભાઈ પટેલ અને મોહનલાલ પંડ્યા ના જુસ્સાદાર ભાષણ ચાલતા હોય છે પણ અંદોલન લાંબુ ચાલવાથી અને અંગ્રેજ સરકાર ને કઈ ફરક પડતો ના હોવાથી ખેડૂતો નો જુસ્સો નબળો પડી જાય છે.અને તેથી જ ગાંધીજી ના કહેવાથી મોહનલાલ પંડ્યા અંગ્રેજ સરકારે જપ્ત કરેલા ખેતર મહી ડુંગળી ચોરી લાવે છે.જેથી ગાંધીજી મોહનલાલ પંડ્યા ને ડુંગળીચોર નું બિરુદ આપે છે.આ માટે તેમને ૧૫ દિવસ ની સજા પણ કરવામાં આવે છે.
આંદોલન લાંબુ ચાલે છે પણ છેવટે સરકાર ને જુકવું પડે છે અને જાહેર કરવામાં આવે છે કે સારી પરિસ્થિતિ વાળા ખેડૂતો એ નબળી પરીસ્થીતીવાળા ખેડૂતો નું દેવું ભરી દેશે.
Comments
Post a Comment