મિલમજૂર સત્યાગ્રહ
વાત છે ઈ.સ.૧૯૧૭ ની.૧૯૧૭ માં અમદવાદ એટલે કે માન્ચેસ્ટર ઓફ ઈસ્ટ સહીત ગુજરાત ના મોટાભાગ માં પ્લેગ ફેલાયો હતો અને પાછું પ્રથમ વિશ્વયુદ્ધ. સ્વાભાવિક છે કે મોઘવારી ચરમ સીમા એ હશે.એટલે અમદાવાદ ના દિલદાર મિલ માલિકો એ ૭૦% પગાર વધારો આપ્યો.વાત પરથી એમ લાગે કે વાહ ૭૦%!
પણ આ બોનસ વધારે સમય ચાલ્યું નહી અને ૭૦% બોનસ પાછું ખેચી લીધું કારણ પ્લેગ સમી ગયો.વાત બરોબર પ્લેગ સમી ગયો પણ મોંઘવારી સમી નથી એ મિલ માલિકો ને કોણ સમજાવે?એટલે મિલ મજુરો એ ૫૦% પગાર વધારવાની માંગ કરી.એમાં મિલ માલિક હતા અંબાલાલ સારાભાઇ.અંબાલાલ સારાભાઇ એટલે ગાંધીજી ને સાબરમતી ની જમીન ભેટ આપીહતી એ જ અને મૃદુલાબેન સારાભાઇ ના પિતા.વળી મૃદુલાબેન સારાભાઇ એ અમદાવાદ માં નારી ઓ ના ઉત્થાન માટે સ્થાપના કરી હતી જ્યોતિ સંઘ ની.તો મૂળ વાત એમ હતી કે અંબાલાલ સારાભાઇ ની સામે તેમની જ બહેન અનસુયા સારાભાઇ એ મિલમજૂર સત્યાગ્રહ ની આગેવાની લીધી હતી.ગાંધીજી ને પત્ર લખાય છે અને ગાંધીજી અમદાવાદ આવી પહોચે છે.
ગાંધીજી બધી વાત ની તથસ્ટટ પૂર્ણ ચકાસણી કરે છે.અને આ વખતે આનંદ શંકર ધ્રુવ જે આચાર્ય છે તે મિલ માલિકો અને મજુરો વચ્ચે લવાદ તરીકે નીમવામાં આવ્યા.આમ અહીંથી જ લવાદ નીમવાની પરંપરા ની સરુવાત થઇ.તેમણે સલાહ આપી કે મજુરો નો પગાર વધારો ૫૦% નહિ તો ૩૫% તો થવો જ જોઈએ પણ માલિકો એમ મને ખરા!?
એમાં કેટલાક મજુરો એ ગાંધીજી ને ટોણો માર્યો કે"ગાંધીજી નું શું જાય છે?ગાડી માં આવવાનું, ખાવાનું, પીવાનું અને ફરવાનું."ગાંધીજી ને આ વાત થી દુખ થયું અને ૧૫ માર્ચ ૧૯૧૮ ની સભા માં જાહેર કર્યું કે જ્યાં સુધી પગાર વધારો નહિ થાય ત્યાં સુધી અન્નજળ નો ત્યાગ કરે છે.આ આંદોલન ને ગાંધીજી ધર્મયુદ્ધ નું નામ આપે છે અને આમ આ પ્રથમ ભૂખ હડતાલ બને છે.
છેવટે આનંદ શંકર ધ્રુવ ની જ વાત ને માન્ય રાખવામાં આવે છે.જેમાં પ્રથમ દિવસે ૩૫% બીજા દિવસે ૨૦% અને બાકીના દિવસો માં ૨૭.૫% પગાર વધારો મળશે.
આંદોલન સફળ થયું પણ ભવિષ્ય માં ફરથી આવું અંદોલન થાય તો?તેથી ૧૯૨૦ માં ગાંધીજી ના કહેવાથી અનસુયાબેન અને શંકરલાલ બેન્કરે અમદાવાદ માં મજુર મહાજન સંઘ ની સ્થાપના થાય છે.
અસ્તુ.
Comments
Post a Comment